ડેવિસ કપ : જોકોવિચ વિનાની સર્બિયા સામે ભારતનો ઊલટફેરનો ઇરાદો

ક્રાલજિવો (સર્બિયા), તા. 13 : ભારતની નબળી ડેવિસ કપ ટેનિસ ટીમ શુક્રવારે જ્યારે અહીં સ્ટાર ખેલાડીઓ વિનાની સર્બિયાની ટીમ વિરુદ્ધ વિશ્વ ગ્રુપ પ્લે ઓફના મુકાબલામાં ઉતરશે ત્યારે તેની નજર ઊલેટફેર કરવા પર રહેશે. તાજેતરમાં જ યુએસ ઓપનમાં ચેમ્પિયન બનેલ સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચ અને વિશ્વ નંબર 33 ફિલિપ ક્રાજિનોવિચ આ મુકાબલામાં સર્બિયા તરફથી રમવાના નથી. આથી બન્ને ટીમ વચ્ચે સારી ટક્કર થઇ શકે છે. જો કે ભારતીય ટીમ માટે વિદેશી જમીન પર રમવું આસાન નહીં હોય. ભારત અહીં તેના ટોચના સિંગલ્સ ખેલાડી યૂકી ભાંબરી અને એશિયન ગેમ્સમાં ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર દિવિજ શરણ વિના સર્બિયા પહોંચી છે. ઇજાગ્રસ્ત યૂકી ભાંબરીની ગેરહાજરીમાં ભારતનો આધાર પ્રજ્ઞેશ ગુણેશ્વરન પર રહેશે. જેણે એશિયન ગેમ્સમાં સિંગલ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે વિશ્વમાં 13પમો નંબર ધરાવતો રામકુમાર રામનાથન પાછલા 12 મહિનામાં કેટલીક મોટી જીત મેળવી ચૂકયો છે, પણ તેના દેખાવમાં સાતત્ય નથી. બીજી તરફ સર્બિયાનું નેતૃત્વ દુસાન લાજોવિચ(ક્રમાંક પ6) કરશે. યજમાન ટીમનો બીજો ખેલાડી લાસ્લો જેયર છે. જેનો વિશ્વ ક્રમાંક 86 છે. ડબલ્સમાં ભારત પાસે અનુભવી રોહન બોપન્ના છે. ભારતની નજર સર્બિયાને હાર આપીને 2011 બાદ પહેલીવાર વર્લ્ડ ગ્રુપમાં પ્રવેશ કરવા પર રહેશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer