ભુજમાં ઇજાગ્રસ્ત હાલતમાં આધેડ શખ્સ બેભાન મળ્યા બાદ અમદાવાદ ખસેડાયો

ભુજ, તા. 13 : શહેરમાં લુહાર ચોક વિસ્તારમાં માનવજયોત કાર્યાલય પાસે રહેતા 45 વર્ષની વયના સદુભાઇ હરિલાલ પિત્રોડા માથા અને કપાળમાં ઇજા સાથેની હાલતમાં બેભાન મળી આવ્યા બાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ આજે બપોરે દોઢેક વાગ્યાના સુમારે આધેડ વયના સદુભાઇ કુંભાર મસ્જિદની બાજુમાંથી બેભાન મળ્યા હતા. તેમને અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા છે.  ભોગ બનનારને કઇ રીતે ઇજા થઇ તેના સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer