ભુજ, માંડવી, મુંદરા અને નખત્રાણામાં રોમિયો ડ્રાઇવમાં 58 માફીપત્ર લખાવાયા

ભુજ, તા. 13 : પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં આજે ભુજ, માંડવી, મુંદરા અને નખત્રાણા વિસ્તારમાં આજે સાંજે સાડા પાંચ વાગ્યાથી આઠ વાગ્યા દરમ્યાન યોજાયેલી રોમિયો ડ્રાઇવ અંતગર્ત 58 જણ પાસેથી માફીપત્ર લખાવાયા હતા. તો 74 એન.સી. કેસ મૂકી 18 વાહન ડિટેઇન કરવામાં આવ્યાં હતાં.સરહદ રેન્જના વડા આઇ.જી.ની સૂચના અને જિલ્લા પોલીસવડાનાં માર્ગદર્શન તળે જુદી જુદી 11 ટુકડીમાં 11 ફોજદાર, 27 પુરુષ અને 24 મહિલા કર્મચારી તથા ટ્રાફિક શાખાના 15 સ્ત્રી-પુરુષ કર્મચારી દ્વારા આ ડ્રાઇવ તળે કામગીરી હાથ ધરાઇ હતી. ભુજ શહેર ઉપરાંત માંડવી, મુંદરા અને નખત્રાણા વિસ્તારમાં બાગબગીચા, સિનેમાઘરો અને મહિલાઓની અવરજવર હોય તેવા વિસ્તારમાં કાર્યવાહી કરાઇ હતી.  પોલીસદળે જારી કરેલી યાદી મુજબ રોમિયોગીરી જેવી પ્રવૃત્તિ કરતા માલૂમ પડયા હોય તેવા 58 જણ પાસેથી માફીપત્ર લખાવાયા હતા. તો 74 વાહનચાલકો સામે એન.સી. કેસ મુકાયા હતા. જ્યારે 18 વાહન ડિટેઇન કરવા સાથે રૂા. 15,500નો દંડ સ્થળ ઉપર વસૂલવામાં આવ્યો હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer