આજે અંધ ધ્વજદિનની ઉજવણી : પ્રજ્ઞાચક્ષુઓ માટે ફાળો ઉઘરાવાશે

ભુજ, તા. 13 : નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઇન્ડ ભુજ, જિલ્લા શાખા પ્રજ્ઞાચક્ષુઓ માટે કાર્યરત છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થા 14મી સપ્ટેમ્બર 2018ના અખિલ હિન્દ અંધ ધ્વજદિનની ઉજવણી કરવા જઇ રહી છે. જાહેર જનતામાં પ્રજ્ઞાચક્ષુ માટે જાગૃતિ ફેલાવવા અને પ્રજ્ઞાચક્ષુઓનાં ઉત્કર્ષ તથા જીવન ઘડતર માટે ફંડ એકત્રિત કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા વર્ષમાં ફક્ત એક જ દિવસે જાહેર જનતા પાસેથી ફંડ એકત્રિત કરી દિવ્યાંગજનોના ઉત્કર્ષ અર્થે ફંડનો ઉપયોગ કરવામાં આવશે. મીડિયા પાર્ટનર તરીકે કચ્છમિત્ર સહયોગી બનશે. અખિલ હિન્દ અંધ ધ્વજદિનની ઉજવણી કલેક્ટર  રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં સવારે 8 વાગ્યે જ્યુબિલી સર્કલ પર થનાર છે અને ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા દરેક દુકાનો પર જઇ ફાળો એકત્રિત કરવામાં આવશે. લાયન્સ ક્લબ ઓફ ભુજના સભ્યો, કચ્છ યુનિવર્સિટીમાંથી એમ.એસ.ડબલ્યુ.ના વિદ્યાર્થીઓ તેમજ ટ્રાફિક શાખાનો પણ સાથ અને સહકાર રહેશે. જનતાને અંધજનો વતી વધુમાં વધુ ફાળો આપે તેવી અપીલ કરવામાં આવી છે. અંધ ધ્વજદિનની ઉજવણીમાં નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઇન્ડના તમામ કારોબારી સભ્ય તેમજ જનરલ સભ્યો ઉપસ્થિત રહી ફાળો ઉઘરાવશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer