ગાંધીધામના સિનેમાગૃહના મેનેજર વિરુદ્ધ પોલીસમાં થઇ ફરિયાદ

ગાંધીધામ, તા. 13 : શહેરના ગુરુકુળ વિસ્તારમાં આવેલ એક સિનેમામાં કેન્ટીનના સંચાલક, મેનેજરે એક યુવાનને મારી નાખવાની ધમકી આપતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ થઇ હતી. કિડાણા ગામમાં રહેનારા સદામ હુસેન કાંજેડિયા અને તેમના મિત્ર ગત તા. 11/9ના ગાંધીધામ ગુરુકુળ વિસ્તારમાં આવેલા રાજહંસ નામના થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા જ્યાં ઇન્ટરવલમાં મગાવાયેલા સમોસામાંથી વાસ આવતાં આ યુવાને તપાસ કરતાં તેમાંથી મૃત કંસારી મળી આવી હતી જે અંગે યુવાનોએ કેન્ટીનમાં જઇ?ફરિયાદ કરતાં તેમણે મેનેજર એવા રૂપેશ પાહવાને જાણ કરી હતી. આ મેનેજરે યુવાનો સાથે તોછડું વર્તન કરી અહીં આવું જ ખાવાનું મળશે, ખાવું હોય તો ખાવ વગેરે કહી ઉશ્કેરાઇ ગયા હતા અને યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી. તેવામાં લોકો એકઠા થઇ જતાં આ મેનેજર પોતાની કેબિનમાં અંદરથી બંધ?કરી બેસી ગયા હતા. પોલીસને આ યુવાને કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ થિયેટરોમાં મળતી ચીજવસ્તુઓ બહારના બજારભાવ કરતાં ત્રણ-ચારગણી મોંઘી વેચવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે પણ સિનેમાઘરોમાં પોતાની સાથે ખાણીપીણીની વસ્તુઓ લઇ જવાની છૂટ આપી છે છતાં આવા સિનેમાના સંચાલકો દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની પણ અવગણના કરવામાં આવે છે. આ મેનેજર વિરુદ્ધ પગલાં લેવા ફરિયાદમાં જણાવાયું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer