અંજારમાં ફરી આંકડા લેતાં એક ઝડપાયો

ગાંધીધામ, તા. 13 : અંજારની લક્ષ્મી ટોકીઝ નજીક વરલી મટકાનો આંકડાનો જુગાર ખેલતા એક ઇસમની ધરપકડ કરી પોલીસે રૂા. 810 જપ્ત કર્યા હતા.અંજારના શેખ ટીમ્બા વિસ્તારમાં રહેનાર ભાકરશા જુસબશા શેખ નામના ઇસમને પોલીસે દબોચી લીધો હતો. આ ઇસમ લક્ષ્મી ટોકીઝ પાસે ઊભો રહીને લોકોને વરલી મટકાનો આંકડાનો જુગાર રમાડતો હતો. દરમ્યાન ત્રાટકેલી પોલીસે તેને પકડી પાડી તેની પાસેથી રોકડા રૂા. 810 તથા બુક, પેન વગેરે આંકડાનું સાહિત્ય કબજે કર્યું હતું. અંજારમાં બદી બંધ થવાનું નામ નથી લેતી ત્યારે નાની માછલીઓને પકડવા કરતાં તેમના આકાઓને પકડી પાંજરે પુરાય તો જ આ બદી ઉપર રોક લગાવી શકાય તેમ હોવાનું સૂત્રોએ કહ્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer