ભુજમાં પરિણીત યુવતી પર પડોશીઓનો ધારિયાથી હુમલો

ભુજ, તા. 13 : શહેરમાં રામનગરી વિસ્તારમાં પ્રાથમિક શાળા પાસે રહેતી અફસાના જાવેદ મીંઢા (ઉ.વ.25) ઉપર ધારિયા વડે પડોશમાં રહેતા ઇસમ દ્વારા હુમલો થતાં તેને દવાખાને દાખલ કરાઇ હતી. આજે સવારે હુમલાની આ ઘટના બની હતી. પડોશમાં રહેતા પરિવારને ત્યાં અવારનવાર માણસો આવતા હોઇ તે વિશે પૂછતાછ કરવાનો મુદ્દો હુમલા માટે નિમિત્ત બન્યો હતો. ઝપાઝપી બાદ પડોશી રાજા ઉર્ફે પપ્પુએ અફસાનાબેનના માથામાં ધારિયું માર્યું હોવાનું પોલીસ સમક્ષ લખાવાયું છે. બી. ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer