વરસાદ ખેંચાતાં રોજગારી માટે કોલસાની પરવાનગી આપવા માંગ

ભુજ, તા. 13 : સરહદી કચ્છ જિલ્લામાં નહીંવત વરસાદ થયો છે. ખેતી આધારિત આ જિલ્લામાં સ્થાનિકના મજૂરોને રોજગારી મળી રહે તે મુદ્દાને ધ્યાનમાં રાખીને કોલસા બનાવવાની પરવાનગી આપવા તેમજ માલ વાહતુકની મંજૂરી આપવાની રજૂઆત કરાઇ છે.કચ્છ જિલ્લા ચારકોલ વેપારી એસોસીએશનના પ્રમુખ હર્ષદ દયારામ ભાનુશાલી દ્વારા પૂર્વ-પશ્ચિમ વિભાગના નાયબ વનસંરક્ષકને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવાયું હતું કે, માલિકી સર્વે નંબરો, ગૌચર કે અન્ય જમીનોમાં વન વિભાગની પરવાનગીવાળા વિસ્તારોમાં કોલસા બનાવી તેની  વાહતુક પાસ ઇસ્યૂ કરવામાં આવે તો મજૂરોને રોજી મળે. પત્રમાં જણાવાયું હતું કે, હાલે કચ્છમાં બિલકુલ વરસાદ નથી. મજૂરો પાસે રોજગારીનું કોઇ સાધન નથી. ભૂતકાળમાં આ સંદર્ભે વખતોવખત રજૂઆતો થયેલી છે. 15મી જૂનથી 30મી સપ્ટેમ્પર સુધી કોલસા ન બનાવવા કે વાહતુક પાસ ન આપવા તેવો કોઇ નિયમ નથી, પરંતુ ચોમાસામાં વન વિભાગ પાસે અન્ય કામગીરી રહેતી હોવાને કારણે કામગીરી બંધ રખાય છે. ભૂતકાળમાં જે-તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંજૂરી અપાઇ હોવાનો ઉલ્લેખ આવેદનપત્રમાં કરાયો છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer