ગાંધીધામની બે પેઢીઓના પરવાના રદ કરતી રિઝર્વ બેંક

ગાંધીધામ, તા. 13 : ભારતીય રિઝર્વ બેંક દ્વારા નોન બેન્કિંગ ફાયનાન્સિયલ એવી ગાંધીધામની 2 સહિતની  32 કંપનીઓની માન્યતા રદ કરતો પરિપત્ર જારી કરાયો છે. નોન બેન્કિંગ ફાયનાન્સિયલ કંપની  માન્યતા રદ થવા અંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ  બહાર પાડેલી યાદીમાં  ગાંધીધામ ફિનકેપ લી.  તથા હરિ-લીલા ફિસ્કલ પ્રાઈવેટ લી.નો    સમાવેશ થાય છે.  આ ઉપરાંત ગુજરાતની અન્ય  પેઢીઓનો પણ  સમાવેશ કરાયો હતો એવુ આસિસ્ટ એડવાઈઝર અજિત પ્રસાદે યાદીમાં ઉમેર્યું હતું. અત્રે નોંધપાત્ર છે કે ગાંધીધામ સંકુલમાં છેલ્લા લાંબા સમયથી  વધુ વ્યાજ પર નાણા અપાવામાં આવે છે એવા આક્ષેપો વચ્ચે રિઝર્વ બેન્કે આ પ્રકારનો  નિર્ણય લેતા  વ્યાજખોરોમાં ફફડાટ ઊભો થયો છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer