અંજારની શાળાને વાજપેયીનું નામ મળતાં મુખ્યમંત્રીએ નોંધ લીધી

અંજાર, તા. 13 : કચ્છની પ્રાથમિક શિક્ષણ સંભાળતી એકમાત્ર અંજાર શહેર સુધરાઇની 1થી 8 ધોરણની શાળાને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનું નામ અપાતાં ગુજરાતનામુખ્યમંત્રી વિજયભાઇ?રૂપાણીએ સમિતિને અભિનંદન આપ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ધોરણ 1થી 8ની અંગ્રેજી માધ્યમની શાળા સને 2014થી કાર્યરત છે, જેનું સરકારના મંત્રી વાસણભાઇ આહીર, અંજાર નગરપાલિકાના તથા સંગઠનના પદાધિકારીઓ, વિવિધ આગેવાનો, સંતો, જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિમાં આ શાળાને ભારત રત્નથી સન્માનિત એવા અટલબિહારી વાજપેયીનું નામ આપવામાં આવ્યું હતું. અત્યાર સુધી ગુજરાતની એક પણ શાળાને સદગત વાજપેયીનું નામ આપવામાં આવ્યું નથી. કચ્છની પ્રાથમિક શિક્ષણ સંભાળતી એક માત્ર અંજાર શહેર સુધરાઇની રચના ફેબ્રુઆરી 1969માં કરવામાં આવી હતી. આગામી ફેબ્રુઆરી 2019માં 50 વર્ષ પૂરાં થતાં હોઇ તેની ઉજવણી વિવિધ સ્તરે થઇ રહી છે. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નોંધ લઇ સમિતિને અભિનંદન પાઠવી શિક્ષકો અને શિક્ષણકાર્યમાં પરોક્ષ?રીતે જોડાયેલા સૌને શુભેચ્છા આપી છે. શિક્ષણ સમિતિના ચેરમેન કિશોરભાઇ?ખટાઉએ કરેલી કામગીરીને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer