બસપ દ્વારા 16મીએ ભુજમાં મતદાર જાગૃતિ અભિયાન યોજાશે

ગાંધીધામ, તા. 13 : બહુજન સમાજ પાર્ટીના  ગુજરાત પ્રદેશ   એકમના  માગદર્શન તળે કચ્છ જિલ્લા સંગઠન દ્વારા  તા. 16/9ના સવારે 11 વાગ્યે સંગઠન સમીક્ષા બેઠક  મતદાર જાગૃતિ અભિયાન તથા કાર્યકર્તા સંમેલન ડો. બાબા આંબેડકર ભવન, રાજકોટ નાગરિક સહકારી બેન્કની  સામે  ભુજ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં  ગુજરાત, ઓરિસ્સા, ઝારખંડના પ્રદેશ પ્રભારી છઠ્ઠુરામજી, ગુજરાત પ્રદેશ  પ્રભારી શ્રીકાંતજી, પ્રદેશ અધ્યક્ષ   અશોકભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ધુળાભાઈ ભાંભોર, પ્રદેશ મહાસચિવ મોહનભાઈ રાખૈયા, પ્રદેશ મહાસચિવ આદિલભાઈ સિધિક, કચ્છ ઝોનના પ્રભારી  બી.કે કેનિયા, જિલ્લા અધ્યક્ષ મનોજભાઈ મહેશ્વરી  સહિતની ઉપસ્થિતિમાં  જરૂરી  ચર્ચા કરવામાં આવશે. વધુ માહિતી માટે મો. 94293 42445, 94298 14192 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer