મૃતકની પત્નીએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ભરણ-પોષણની માંગ કરી
અંજાર, તા. 11 : `અહીંની નગરપાલિકાની રખડતા ઢોરને પકડવામાં થયેલી બેદરકારીના લીધે શહેરમાં અસંખ્ય અકસ્માતો થયા છે. ગત તા. 8/10ના મારા પતિ દિનેશભાઇનું આખલાઓ બાખડતાં માથામાં ગંભીર ઇજાઓ બાદ સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આથી હું વિધવા  થઇ?છું અને મારા ચાર બાળકો અનાથ થતાં અમારા પરિવાર પર આભ તૂટી પડયું છે' આવી વેદના સાથે મુખ્યમંત્રીને મૃતક દિનેશભાઇની પત્ની શાંતિબેન પ્રજાપતિએ પત્ર લખ્યો છે. શાંતિબેને પત્રમાં વધુમાં ઉમેર્યું છે કે આ આફત માટે અંજાર નગરપાલિકા જ જવાબદાર છે. પતિના મૃત્યુ બાદ હું ચાર બાળકોનું ભરણ-પોષણ કરી શકું તેમ ન હોવાથી રહેમરાહે પરિવારના ભરણ-પોષણ માટે મુખ્યમંત્રી રાહતફંડમાંથી મદદ કરવા શાંતિબેને પત્રમાં માંગ કરી છે.