સુવઇમાં કિશોરી ઉપર બળાત્કાર ગુજારાતાં ચકચાર
ગાંધીધામ, તા. 11 : રાપર તાલુકાનાં સુવઇ ગામમાં 15 વર્ષીય એક કિશોરીના ઘરમાં ઘૂસી તેની એકલતાનો લાભ લઇ તેના ઉપર બળાત્કાર ગુજારાતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ગેલીવાડી રાપરમાં રહેનારો સંદીપ ધરમશી દરજી નામનો શખ્સ બાઇક લઇને સુવઇ ગામે ગયો હતો, જ્યાં એક ઘર પાસે બાઇક ઊભું રાખી આ શખ્સ ઘરની અંદર ઘૂસી ગયો હતો. આ મકાનમાં એકલી એવી 15 વર્ષીય કિશોરીની એકલતાનો લાભ લઇ આ શખ્સે તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ગત તા. 2/9થી 5/9 દરમ્યાન બનેલા આ બનાવ અંગે કિશોરીના પિતાએ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કિશોરી ઉપર બળાત્કારનો બનાવ પ્રકાશમાં આવતાં ભારે ચકચાર પ્રસરી હતી.