અપૂરતા પાણી વિતરણથી ઉડઇના લોકોનું સ્થળાંતર : ખાલી થતું ગામ
મિસરિયાડો (તા. ભુજ), તા. 11 : તાલુકાના ઉડઇ ગામને ભીરંડિયારાથી પાણી વિતરણ કરાય છે તે અપૂરતું હોવાથી લોકો સ્થળાંતર કરતા હોવાથી ગામ ખાલી થઇ રહ્યું હોવાની ફરિયાદ સરપંચ એસ.આઇ. સુમરાએ ભુજ સ્થિત પાણી પુરવઠા કચેરીને કરી હતી. ઉડઇમાં પાંચ હજારથી વધુ પશુધન છે. રોજ એક કલાકથી ઓછું પાણી અપાય છે જે પૂરતું ન હોવાથી દિવસમાં બે ટેન્કર પહોંચાડવા માંગ કરાઇ છે.  અથવા રોજ ત્રણથી ચાર કલાક પાણી વિતરિત કરાય. સરપંચ દ્વારા અપૂરતું પાણી આપવાનો  વાલ્વમેન સામે આક્ષેપ કરી બદલવા અને પાણી પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી હતી.