પુનડીથી તુંબડીનો રસ્તો જોખમી બન્યાની ફરિયાદ
માંડવી, તા. 11 : તાલુકાનાં શેરડી અને ગંગાપર ગામમાં સી.સી. રોડ અને ગટરનું કામ અદ્ધરતાલ અને ગડબડવાળું થયું છે તેવી ફરિયાદ શેરડીના અગ્રણી તારણભાઇ સંઘારે કરી છે અને થયેલા ગુણવત્તા વગર અને હલકું થયું છે તેવી ફરિયાદ પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવીએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરીને તપાસની માગણી કરી છે. ઉપરાંત માંડવી તાલુકાનાં પુનડીથી મુંદરા તાલુકાનાં તુંબડી ગામનો રસ્તો અતિ ભંગાર, ખખડધજ અને ખાડા ટેકરાવાળો થઇ જવાને કારણે વારંવાર અકસ્માતો થાય છે તેવી ફરિયાદ પુનડી ગામના સામાજિક અગ્રણી ભવાનજીભાઇ શાહે પૂર્વ ધારાસભ્ય શ્રી સંઘવી સમક્ષ કરીને જણાવ્યું છે કે માંડવી-મુંદરા બન્ને તાલુકાને જોડતો આ રસ્તો ત્વરિત નવીનીકરણ માગે છે. આ બાબતે માર્ગ-મકાન વિભાગના સત્તાવાળાઓનું ધ્યાન ખેંચીને આ જોખમી રસ્તાનું તાત્કાલિક નવીનીકરણ થાય તેવી માગણી કરાઇ હતી.