જિ.પં.ની ઓપન કારોબારી સામાન્ય સભા દ્વારા 75 બિનખેતી સહિત 93 ફાઇલ મંજૂર
ભુજ, તા. 11 : જિલ્લા પંચાયતની આજે મળેલી ખાસ ઓપન સામાન્ય સભામાં બિનખેતીની કલમ 65 હેઠળની 75 ફાઇલ સહિત કલમ-66 હેઠળ પાંચ હેતુફેરવાળી કલમ 65-ખ હેઠળ 10 અને ત્રણ રીવાઇઝડ મળી 93 ફાઇલોને અધ્યક્ષસ્થાનેથી મુકાઇ હતી તેના સહિતની તમામ દરખાસ્તોને ઉપસ્થિત તમામ સભ્યોએ સર્વાનુમતે બહાલી આપી હતી. કારોબારી ચેરમેન નવીનભાઇ એન. ઝરૂના અધ્યક્ષપદે મળેલી સામાન્ય સભાનું સંચાલન સભ્ય સચિવ ડી.ડી.ઓ. સી. જે. પટેલે કરતાં ગત બેઠકના મંજૂર કામો પૂરા થઇ ગયા હોવાની વિગતો આપી હતી. માંડવી તા.ના સાભરાઇ મોટીની સામાન્ય સભામાં બજેટ મંજૂર ન કરી શકતાં તેને સુપરસીડ કરવાની દરખાસ્ત સભ્ય ભીમજીભાઇ જોધાણીએ મૂકતાં ખોડાભાઇ?અજાણાએ ટેકો આપ્યો હતો. ચોમાસામાં 43 ચેકડેમોના વેડફાતા પાણી બચાવવા 207 લાખના ખર્ચે કામો કરાયા હતા તેમાં ખૂટતા રૂા. 1.60 કરોડ સ્વભંડોળમાંથી લોન પેટે અપાયા હતા. માંડવી તાલુકાના?ધોકડાના સિંચાઇના સુધારણા કામ માટે 40 લાખ?ઉપરાંત વિવિધ?ખર્ચને બહાલ કરાયા હતા. બેઠકમાં સભ્યો કાનાભાઇ આહીર, ભાવનાબા જાડેજા, કેસરબેન મહેશ્વરી, આઇસાબાઇ સુમરા, ના. ડી.ડી.ઓ. શ્રી વાણિયા, શ્રી વ્યાસ, શાખાધ્યક્ષો શ્રી મડિયા, શ્રી બ્રહ્મક્ષત્રી, શ્રી રાજગોર, શ્રી પરમાર, શ્રી ભટ્ટ, શ્રી ગોર, શ્રી જૈન, શ્રી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડી.ડી.ઓ. શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ચાર માસ બાદ કારોબારી બેઠક મળી છે તેમાં કલેક્ટર દ્વારા ટાઇટલ ક્લીયર સર્ટિ. અપાયા છે તે ફાઇલો લેવાઇ?છે. 10 જેટલી અધૂરાશવાળી છે. દિવાળી પહેલાં સમયસર ચૂકવણા થાય તે હેતુથી આજની બેઠક બોલાવાઇ?છે. આગામી બેઠક તા. 24/10ના મળશે. સાંજે ફાઇલોની બાકીની કામગીરી પૂર્ણ કરાઇ હતી.