પછાત વિસ્તારના બાળકોને સ્ટેજ મળે એ મોટી વાત
માંડવી, તા.11 : જૈનમ ગ્રુપ તથા જીવદયા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ગીત-સંગીત તથા સોલો ડાન્સનો કાર્યક્રમ 5થી 15 વર્ષના બાળકોનો યોજવામાં આવ્યો હતો જેમાં 40 બાળકોએ ભાગ લેતાં આયોજકો તરફથી દરેકને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા.સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ ઉમરના પ્રમાણમાં ભાગ લીધો હતો. સમારંભ પ્રમુખ રોહિત બાબરિયા, ભરતભાઇ શાહ, માંડવી નગર સેવાસદનના ઉપપ્રમુખ નરેનભાઇ સોની, માંડવી ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશી, પ્રોજેક્ટ ચેરમેન દર્પણ બાબરિયા તથા નલિનભાઇ શાહ, નીરવ શાહ, વંદનાબેન શાહ, ડો. પારૂલબેન ગોગરી, ઉષાબેન શાહે દીપ પ્રાગટય કર્યું હતું. દીપ પ્રાગટય બાદ માંડવી ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશીએ પ્રવચનમાં આયોજકોને ધન્યવાદ આપતાં જણાવ્યું હતું કે, પછાત વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સ્ટેજ મળે છે તે મોટી વાત છે. જૈનમ ગ્રુપના પ્રમુખ ભરત?શાહ તથા જીવદયા ગ્રુપના પ્રકાશ?શાહને ધન્યવાદ આપ્યા હતા.  શશીકાંત?શેઠે ડાયસ પરથી ધન્યવાદ પાઠવ્યા હતા. મોડીરાત સુધી ચાલેલા કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે સેવા આપનાર મનિષી પરમાર, ઉષાબેન શાહ, ડો. પારૂલબેન ગોગરી, કલ્પના ચાવડા, નીરવભાઇ શાહ, હેમિક્ષાબેન, ડેનીસ ગોગરીએ સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઇ પોપટે કર્યું હતું જ્યારે આભારવિધિ પ્રોજેક્ટ ચેરમેન દર્પણ બાબરિયાએ કરી હતી.