કચ્છ યુનિ.ના નિબંધ વેબસાઇટ પર મુકાયા
કચ્છ યુનિ.ના નિબંધ વેબસાઇટ પર મુકાયા ભુજ, તા. 11 : ગુજરાત રાજ્યના પાટનગર ખાતે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નેટવર્ક સેન્ટર ઇન્ફોર્મેશન લાયબ્રેરી નેટવર્કના ડાયરેક્ટર ડો. જગદીશ અરોરા શોધગંગા ઇલેકટ્રોનિક્સ થીસીસ એન્ડ ડેઝર્ટેશન પ્રકલ્પ સંભાળનાર મનોજકુમાર કચ્છ યુનિવર્સિટીના કુલસચિવના પ્રતિનિધિ તરીકે ડો. હર્ષદ નિર્મલ દ્વારા ગાંધીનગરમાં ઇટીડી માટેનો એમ.ઓ.યુ. સાઇન કર્યું તે અંતર્ગત યુનિવર્સિટીના પીએચ.ડી. અને એમ.ફીલ.ના તમામ મહાશોધ નિબંધો તથા લઘુશોધ નિબંધો ઇન્ફીલબનેટની વેબસાઇટ પર શોધગંગા પ્રકલ્પમાં પી.ડી.એફ. ફોર્મેટમાં મૂકવામાં આવશે. હાલ પીએચ.ડી.ના 74 મહાશોધ નિબંધો ઇન્ફીલબનેટની વેબસાઇટમાં અપલોડ થઇ ગયા છે. તથા આ સાથે ઇ.ટી.ડી. લેબ માટે રૂપિયા 5 લાખની ગ્રાન્ટની દરખાસ્ત ઇન્ફલીબનેટ?સેન્ટરને આપવામાં આવી છે. આ સાથે જ કચ્છ યુનિવર્સિટીના લાયબ્રેરીના 20115 પુસ્તકોના કેટલોગના માર્ક ડેટા ઇન્ફલીબનેટના ઇન્ડકેટ-યુનિયન કેટલોગમાં અપલોડ કરવા માટે આપવામાં આવ્યા છે. તથા ઇન્ફલીબન સેન્ટર દ્વારા બનાવેલા લાયબ્રેરી સોફ્ટવેર સોલ 2 માટે કચ્છ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો લાયબ્રેરીન માટે પાંચ દિવસીય કાર્યશાળા માટે હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ડિજિટલ  યુનિવર્સિટીના સ્વપ્નદૃષ્ટા ડો. સી. બી. જાડેજા દ્વારા સ્ટાન્ડર્ડ ઇ-લાયબ્રેરી માટેનું સ્વપ્ન સાકાર થશે તથા માર્ચ-એપ્રિલ 2017માં લેવાયેલી યુનિવર્સિટી સંલગ્ન તમામ અભ્યાસક્રમોના પ્રશ્નપત્ર કુલ 1310 પીડીએફ ફાઇલ યુનિવર્સિટી લાયબ્રેરી વિભાગ દ્વારા અપલોડ કરવામાં આવી. આમ કુલ 2013થી 2017 સુધીના અંદાજે 11000થી વધારે પ્રશ્નપત્રો યુનિવર્સિટીની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે તેવું એક યાદીમાં જણાવાયું હતું. યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા એકલવ્ય (ટશાિાિંuફહ ભહફતતજ્ઞિજ્ઞળ)માં ઇ-બુક અવેરનેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના ડિન કુલસચિવ અધ્યક્ષ તથા અધ્યાપકએ હાજરી આપી હતી. મેકમિલન અને મેગ્રોહીલ કંપનીના પ્રતિનિધિઓએ ઇ-બુકના ઉપયોગ અંગે માહિતગાર કરી નિદર્શન કર્યું હતું.