મહિલા કોન્સ્ટેબલ ગુમ
ગાંધીધામ, તા. 12 : વરસામેડીની સીમમાં આવેલા કંડલા એરપોર્ટ ઉપર ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગુમ થતાં આ અંગે પોલીસ મથકે ગુમ નોંધ થઇ હતી. જેને પગલે પોલીસ બેડામાં ચકચાર પ્રસરી હતી. કંડલા એરપોર્ટ ઉપર  ફરજ બજાવનાર અને આદિપુર પોલીસ લાઇનમાં રહેતા જ્યોત્સનાબેન અગરાભાઇ ચૌધરી નામના મહિલા કોન્સ્ટેબલ અચાનક ગુમ થઇ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ કોન્સ્ટેબલ ગત તા. 8-9નાં નોકરીએ હતા ત્યાંથી રજા લઇને નીકળ્યા બાદ તેઓ પરત ઘરે ન આવતાં તેમની શોધખોળ હાથ ધરાઇ હતી. દરમ્યાન તેમનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો તેવામાં આજે આ અંગે અંજાર પોલીસ મથકે ગુમ નોંધ લખાવાઇ હતી.