લાકડિયા નજીક બાઈક સ્લીપ થઈ જતાં મહિલાનું મોત
ગાંધીધામ, તા. 12 : ભચાઉ તાલુકાનાં લાકડિયા નજીક હોટેલ આપેક્ષ પાસે બાઈક સ્લીપ થતાં પદમપરના શીતલબેન યોગેશ ઘાસટિયા (બ્રાહ્મણ) (ઉ.વ. 30)નું મોત થયું હતું. પદમપરમાં રહેનાર શીતલબેનના ચાર સંતાન પૈકી એક બાળક સંધ્યાગિરિ આશ્રમમાં અભ્યાસ કરે છે જે અનુસંધાને આ મહિલા હરેશ નંદલાલ લોદરિયા સાથે બાઈક નંબર જીજે-12-સી-એફ-1933માં બેસીને આ આશ્રમ બાજુ આવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, લાકડિયા નજીક આપેક્ષ હોટેલ પાસે આ બાઈક સ્લીપ થઈ જતાં મહિલાને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેમને વધુ સારવાર મળે તે પહેલાં તેમણે દમ તોડી દીધો હતો. આજે બપોરે બનેલા આ બનાવ અંગે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.