ભુજ સુધરાઇના મુખ્ય અધિકારી પદે કોણ ?
ભુજ, તા. 12 : શહેર સુધરાઇના મુખ્ય અધિકારી બદલ્યા બાદ ખાલી પડેલી જગ્યા પર અહીં જ ફરજ બજાવી ગયેલા હસમુખા અને મિલનસાર સ્વભાવ ધરાવતા રાપરના મુખ્ય અધિકારી મેહુલ જોધપુરાને ચાર્જ સોંપાય તેવી વાતે જોર પકડયું છે.  ભુજ સુધરાઇમાં શાસકો અને નગરસેવકોના ખોરવાતા કાર્યોને પગલે ઉચ્ચકક્ષા સુધી પહોંચેલી ફરિયાદને પગલે મુખ્ય અધિકારીની બદલીના ઓર્ડર વછૂટયા હતા. જેને પગલે ખાલી પડેલી જગ્યા માટે અંજારના મુખ્ય અધિકારી સંદીપાસિંહ ઝાલા, રાપરના મુખ્ય અધિકારી મેહુલ જોધપુરાને ભુજ સુધરાઇનો ચાર્જ સોંપાય તેવી વાત વહેતી થઇ હતી. આ ઉપરાંત મૂળ ભુજના જ ચેતન ડુડિયાને પણ ડીએમઓ તરીકે ભુજ લાવી સુધરાઇનો ચાર્જ સોંપાય તેવી પણ ચર્ચા હતી. દરમ્યાન સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર હવે આ ચાર્જ  શ્રી જોધપુરાને સોંપાય અને ટૂંક સમયમાં તેઓ ચાર્જ સંભાળે તેવું જાણવા મળ્યું છે.