કોમી એકતા સાથે માંડવીમાં ઇટારા પીરનો મેળો યોજાયો
કોમી એકતા સાથે માંડવીમાં  ઇટારા પીરનો મેળો યોજાયો કાઠડા (તા. માંડવી), તા. 12 : માંડવીમાં નદીકાંઠે, વ્હોરાના હજીરા પાસે શહેનશાહ અબ્દુલ્લા શાહ (ઇટારાપીર)નો ઉર્સ કોમી એકતાથી ઉજવાયો હતો. આ પ્રસંગે વિવિધ?હરીફાઇઓ તથા કવ્વાલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સવારે દરગાહ ખાતે ભાવિકો તથા મુજાવર દ્વારા ચાદર મુબારક, સંદલ બાદ રાત્રે કવ્વાલ છોટે ઉસ્તાદ મજીદ સોલે (નાગપુર)?દ્વારા કવ્વાલી રજૂ થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, કાફી, કવ્વાલી, સંગીત જે ઇન્સાનને સંગઠિત કરવાનું કાર્ય કરે છે એના કોઇ?ધર્મ નથી હોતા.  જ્યારે બીજા દિવસે નદીકાંઠે વિવિધ?હરીફાઇઓમાં ઘોડાદોડ (સરાડો નાનો-મોટો) જેમાં પ્રથમ બલવંતસિંહ ઝાલુભા જાડેજા (મોડકુબા), દ્વિતીય ફતુભા જાડેજા (કાંડાગરા), ત્રીજો રજાક બાવા (જામનગર), રેવાલમાં પ્રથમ ગઢવી દેવીદાસ (મોટા ભાડિયા), બીજો થેબા ફકીરમામદ (મુંદરા), ત્રીજો ઓસમાણ જુસબ કકલ (ભુજ), ગામદોડમાં પ્રથમ પૃથ્વીરાજસિંહ (ખાખર), બીજો પ્રણવ કિશોર શનિશ્ચરા (માંડવી), ત્રીજો બલવંતસિંહ ઝાલુભા જાડેજા (મોડકુબા) વિજેતા થયા હતા. જ્યારે ઊંટદોડમાં પ્રથમ સુમરા કાસમ દુલા અને ગધેડાદોડમાં કુંભાર ઇલિયાસ આમદ વિજેતા થયા હતા. આ વિવિધ હરીફાઇઓની વ્યવસ્થા પઠાણ?અબ્દુલ કરીમ આમદ, બકાલી અશરફ, રાયમા રમજુ મામદ, કાસમભાઇ પીંજારા, બલવંતસિંહ, રાયમા સિકંદર, ખલીફા ઇમ્તિયાઝ વગેરેએ સંભાળી હતી. જ્યારે આ રાત્રિ કાર્યક્રમમાં હાજી આમદ (ભોલુ શેઠ), હાજી શકુર, દરાડ હાજી અધાભા, માંડવી ન.પા. ઉપપ્રમુખ નરેન સોની, હાજી અબ્દુલ્લા, અસગર નારેજા, શોકતભાઇ?ખત્રી, અજીજભાઇ સન્ના, ઉમરભાઇ, કિશોરભાઇ વગેરે અગ્રણીઓ જોડાયા હતા. વ્યવસ્થા મુજાવર અકીલભાઇ તુરિયા, ખાલીફાભાઇ તુરિયા, ગફુરભાઇ બકાલી વગેરેએ સંભાળી હતી.