16મીએ બિદડામાં માનસી દ્વારા વિકલાંગ બાળકો માટે માર્ગદર્શન શિબિર
બિદડા (તા. માંડવી), તા. 12 : અહીંની માનસી સંસ્થા દ્વારા શારીરિક, માનસિક વિકલાંગ બાળકો માટે 16મીએ માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું છે. સંસ્થા દ્વારા લીમડાવાડી, ફરાદી નાકા પાસે દર બે મહિને મંદબુદ્ધિ અને શારીરિક, માનસિક રીતે વિકલાંગ બાળકો માટે તપાસ, નિદાન અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરાય છે તે અંતર્ગત 16મીએ સવારે 9થી સાંજે 5 સુધી આયોજન કરાયું છે. આ શિબિરમાં ડો. ભરત શાહ (સાઇકિયાટ્રીસ), ડો. સુજાતા શંકરન (સાઇકોથેરાપીસ્ટ), ડો. જયેશ કાપડિયા (બાળરોગ નિષ્ણાંત), ડો. લોગનાથન (ફિઝિયોથેરાપીસ્ટ), સગુણા ગડા (ઓપ્ટોમેટ્રીસ) સેવા આપશે. જે બાળકોને કસરત-ઓક્યુપેશનલ થેરેપીની જરૂરત હશે તેને માનસી અથવા જયા રિહેબ સેન્ટર (બિદડા સર્વોદય ટ્રસ્ટ) ખાતે કસરત કરાવાશે, જેમાં બાળક અને તેની માતાને વિનામૂલ્યે સુવિધાઓ અપાશે. શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક વાલીઓએ તેમજ વધુ વિગત માટે ગીતાબેન ગાલા મો. 98250 89306 અથવા 95378 30798નો સંપર્ક તા. 14 સુધી કરવો.