બનાસકાંઠાના પૂરગ્રસ્ત લોકો,પશુઓને ગાંધીધામથી સહાય
ગાંધીધામ, તા. 12 : ભારે વરસાદના કારણે બનાસકાંઠાના અનેક વિસ્તારમાં મોટી ખાના-ખરાબી સર્જાઈ ત્યારે ગાંધીધામ મિત્રમંડળ અસરગ્રસ્તોની વહારે આવ્યું હતું. મિત્રમંડળ દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુ, 300 ફૂડ પેકેટ કિટ તથા અબોલ પશુઓ માટે 250 મણ ખોળ-ભૂસાની કિટ વિતરણ કરાઈ હતી.  મંડળના સભ્યો દ્વારા ધાબળા, પાણીની બોટલ, ઘઉંનો લોટ, ચોખા, દાળ, મીઠું, તેલ, ખાંડ, સહિતની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કિટ 300 ફૂડ પેકેટ તથા મૂંગા પશુઓ માટે ખોળ ભૂસાની 300 કિટ તૈયાર કરી  ટ્રક મારફતે બનાસકાંઠાના ધાનેરા વિસ્તારમાં મોકલી હતી. જરૂરિયાતમંદોને કિટ વિતરણ કરાઈ હતી, એટલું જ નહીં સભ્યોએ ત્યાંના ઢોરવાડામાં  જઈ પશુઓ માટેની કિટ પણ આપી હતી. આ સેવાકીય યજ્ઞમાં અનેક દાતાઓનો સહકાર સાંપડયો હતો. આ કાર્યમાં સુરેશભાઈ ભઠ્ઠર, હરિભાઈ ચૌધરી, નરેન્દ્રભાઈ કેલાના માર્ગદર્શન તળે મુકેશભાઈ ભઠ્ઠર, પ્રકાશભાઈ મહેતા, કિરણભાઈ વોરા, મહેશભાઈ કેલા, હરેશભાઈ શર્મા, અશોકભાઈ કેલા, નરેશભાઈ કેલા, સોનુ ટીકિયાણી, નિકેશભાઈ ભઠ્ઠર, તુષારભાઈ કેલા, ચંદનભાઈ, સરિતાબેન ભઠ્ઠર, કલ્પનાબેન ભઠ્ઠર, કવિતાબેન અને જેવંતીબેન વિગેરેએ સહકાર આપ્યો હતો.