ગાંધીધામના બાળકે દિલ્હીમાં વકતવ્ય આપતાં એવોર્ડ અપાયો
ગાંધીધામના બાળકે દિલ્હીમાં વકતવ્ય આપતાં એવોર્ડ અપાયો ગાંધીધામ, તા. 16: તાજેતરમાં દિલ્હી ખાતે રાષ્ટ્રસૃજન અભિયાન દ્વારા આયોજિત સમારંભમાં ભારત સરકારની વિવિધ યોજના સંદર્ભે વકતવ્ય આપનારા સંકુલના બાળકને વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ આપી સન્માનિત કરાયો હતો.  શહેરની આત્મીય વિદ્યાપીઠ શાળામાં ધો. 3માં અભ્યાસ કરતા નૈતિક વિપુલભાઈ ભૂપતાનીએ એક કાર્યક્રમમાં સ્વચ્છ ભારત સંદર્ભે વકતવ્ય આપ્યું હતું. આ વકતવ્યનો વીડીયો દિલ્હીની સંસ્થાને મોકલી અપાતા આ કાર્યક્રમ માટે પસંદગી કરાઈ હતી. દિલ્હીના કાર્યક્રમમાં નૈતિકે ભારત સરકારની વિવિધ યોજના પર 4.50 મિનિટનું વકતવ્ય આપ્યું હતું. જે બદલ વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ આપી બિરદાવવામાં આવ્યો હતો. વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર અન્ય 24 લોકોને પણ આ એવોર્ડ અપાયો હતો.