ગાંધીધામમાં ચેક બાઉન્સના કેસમાં એક વર્ષની સાદી કેદ
ગાંધીધામ, તા. 20 : સંકુલમાં ખાતામાં અપૂરતા નાણાને લઇને ચેક નકારાયાના કેસમાં ગાંધીધામની કોર્ટે આરોપી એવા લક્ષ્મીનારાયણને 1 વર્ષની સાદી કેદની સજા અને રૂા. 5 હજારનો દંડ તથા દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા કરતો હુકમ કર્યો હતો. આ કેસના ફરિયાદી કેશારામ ચૌધરીએ મુંદરાના લક્ષ્મીનારાયણ કોન્ટ્રાક્ટર્સના પ્રોપરાઇટર લક્ષ્મીનારાયણ વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 તળે ચેક નકારણીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ગાંધીધામના નામદાર બીજા  જ્યુડિશિયલ ન્યાયધીશ (ફર્સ્ટ ક્લાસ) કે. ડી. વિડજા સમક્ષ ચાલી ગયો હતો. જેમણે બંને પક્ષકારોને સાંભળ્યા બાદ સજા તથા દંડનો હુકમ કર્યો હતો. ફરિયાદી પક્ષે ધારાશાત્રી રીટા આર. શાહ અને આર. કે. સિંધલ હાજર રહ્યા હતા.